એક દિવસ ની મોહતાજ નથી નારી,
વાહ વાહ ની ભૂખી નથી નારી.

ત્યાગ અને મમતા ની મૂર્તિ છે નારી, 
સમર્પણ નો સાગર છે નારી.

દયા અને કરુણા થી ભરપુર છે નારી, 
પરિવાર માટે પ્રેરણા છે નારી.

લક્ષ્મી અને સરસ્વતી નુ સ્વરુપ છે નારી, 
જરૂર પડે ત્યારે દુર્ગા પણ છે નારી. 
ક્યારેક પત્ની તો ક્યારેય માતા છે નારી,
 પરંતુ દરેક સ્વરૂપમાં પરિવાર નો આધાર છે નારી.

પતિ માટે મિત્ર છે નારી, 
બાળકો માટે પથદર્શક છે નારી.

એક દિવસ ની મોહતાજ નથી નારી, 
વાહ વાહ ની ભૂખી નથી નારી.

- કરિશ્મા પરીખ